top of page

ભાઈ-બહેન માટે સહયોગ

Top
shutterstock_1936891387.jpg
Line wave.png
માતાપિતા અને પરિવારો

અધૂરા માસે જન્મેલાં શિશુઓને જીવનની શ્રેષ્ઠ શરૂઆત મળે તેની ખાતરી કરવા માટેના પ્રૉજેક્ટ્સ વિકસાવવા માટે ઇસ્ટ મિડલૅન્ડ્ઝ ઍકેડમિક હેલ્થ સાયન્સ નેટવર્ક (East Midlands Academic Health Science Network) (EMAHSN) તરફથી તાજેતરમાં ભંડોળ મેળવવામાં ઇસ્ટ મિડલૅન્ડ્ઝ નિયોનૅટલ ઑપરેશન ડિલિવરી નેટવર્ક (East Midlands Neonatal Operational Delivery Network) (EMNODN) સફળ રહ્યું હતું.

આ ભંડોળ સાથે અમે નીચેના વિષયો પર ધ્યાન કેન્દ્રિત કરીને માતાપિતા અને સ્ટાફ માટે ચાર શૈક્ષણિક વિડીયો બનાવવાનું આયોજન કરી રહ્યા છીએ:

·        પ્રસૂતિ વખતે બાળકને ખુલ્લી છાતીએ વળગાડવું

·        સરળતાથી માતાના દૂધનું દોહન કરવું

·        નિયોનૅટલ નેટવર્કનો (Neonatal Networks) પરિચય

·        ફૅમિલિ ઇન્ટિગ્રેટેડ કેયરનો (Family Integrated Care) પરિચય

અમને જેની જરૂર છે એવી સહાયતા

આ વિડીયોના સર્જનમાં અમને મદદ કરવા માટે જેઓ પાસે નવજાત શિશુ સંબંધિત સંભાળનો અનુભવ હોય એવાં માતાપિતાઓ/સંભાળકર્તાઓની અમને જરૂર છે.

આમાં નીચેનાનો સમાવેશ થઈ શકે છે (પરંતુ તે તેના પૂરતું મર્યાદિત નથી):

·        માતાપિતા/સંભાળકર્તાઓને વિડીયો/ઝમાં કઈ માહિતીનો સમાવેશ થાય તે ગમશે તે અંગે તેઓના દૃષ્ટિકોણથી સૂચનો પૂરાં પાડવાં.

·        વિડીયો/ઝની વિષયવસ્તુની સમીક્ષા કરવી અને પ્રતિભાવો આપવા

·        વિડીયો/ઝનો ભાગ બનવું

·        વિડીયો/ઝમાં તમારો અનુભવ જણાવવો

તમે કેટલા સહભાગી બનવા માંગશો અને તમે કયા વિડીયો/ઝમાં સહભાગી બનવા માંગશો તે અંગે તમે નિર્ણય લઈ શકો છો.

સુલભ માહિતી અને સંવાદ અંગે સહાયતા

EMNODN વૈકલ્પિક ભાષાઓ અને સ્વરૂપોમાં માહિતી પૂરી પાડવા અને બેઠકો તથા પ્રસંગો ખાતે વ્યાવસાયિક સંવાદ સહાયતા પૂરી પાડવા માટે પોતાનો શ્રેષ્ઠ પ્રયત્ન કરશે. આમાં તમે બેઠકો અને પ્રસંગોમાં અસરકારક રીતે ભાગ લઈ શકો તે માટે વ્યાવસાયિક સંવાદ સહાયતાની ગોઠવણ કરવાનો સમાવેશ થાય છે. 

વૈકલ્પિક ભાષા અને/અથવા સ્વરૂપમાં માહિતીની જેમને જરૂર હોય અને/અથવા સંવાદ સહાયતાની જરૂર હોય એવા સહભાગીઓએ યોગ્ય ગોઠવણ કરી શકાયતે માટે શક્ય તેટલી જલ્દી EMNODNને જાણ કરવી જોઈએ. જ્યાં વ્યક્તિઓની વિશિષ્ટ, વ્યક્તિગત અને/અથવા જટિલ જરૂરિયાતો હોય અને જેઓ પોતાની સહાયતાની ગોઠવણ કરવાનું પસંદ કરતા હોય ત્યાં EMNODN જ્યાં અગાઉથી EMNODN સાથે સંમતિ સધાઈ હોય ત્યાં આ ખર્ચાઓનું વળતર આપશે અને તે માટે રસીદો જેવા ખર્ચાના પુરાવા આપવાના રહેશે.

ચૂકવણીની યોગ્યતા

સહભાગિતાના દરો દિવસ/બેઠક દીઠ £150 (ચાર કલાકથી વધુ) અથવા અડધા દિવસ દીઠ £75 (ચાર કલાક કે ઓછો સમય) હશે, જેમાં પ્રવાસનો પણ સમાવેશ થાય છે.

ખર્ચાઓ માટે નીચેની વિગતો પ્રમાણે વળતર આપવામાં આવશે.

ખર્ચાઓને આવરી લેવા

આનો અર્થ એ છે કે આ પ્રૉજેક્ટમાં ભાગ લેવા દરમિયાન તમને થઈ શકે એવા ખર્ચાઓને અમે આવરી લઈશું.

ઇસ્ટ મિડલૅન્ડ્ઝ નિયોનૅટલ ઑપરેશન ડિલિવરી નેટવર્ક (EMNODN) નીચે સંમતિ સાથેના દરોને વધે નહિ એવા અગાઉથી જેના માટે સંમતિ સધાઈ હોય એવા બધા વાજબી ખર્ચાઓનું વળતર આપશે.

જ્યાં EMNODN દ્વારા પ્રવાસ અને રહેઠાણનું સીધું બૂકિંગ થયેલું હોય તેના અપવાદ સિવાય બધા ખર્ચાઓ માટે રસીદો જરૂરી છે. અમે વાસ્તવમાં જે ખર્ચ થયો હોય તેનું વળતર આપીશું અને આશરે કે 'નજીકની પૂર્ણાંક' રકમો માટે વળતર આપીશું નહિ.

એવી પરિસ્થિતિઓ હોઈ શકે છે, જેમાં અહીં સીધી રીતે આવરી ન લેવાયેલી રીતોમાં સમાવેશિતા માટે સહભાગિતાના ખર્ચાઓ વિઘ્ન બને. તમારી જરૂરિયાતો અંગે તમારી સાથે ચર્ચા કરવા માટે અમે તમને પ્રોત્સાહન આપીએ છીએ, જેથી ઉપાયો અંગે વિચાર કરી શકાય. આવી પરિસ્થિતિઓ અને આપવામાં આવતી સહાયતાનું મૂલ્યાંકન જે તે કેસના આધાર પર રહેશે.

પ્રવાસ

તમારી વિનંતી પર EMNODN પ્રિ-બૂકિંગના વિકલ્પ અંગે ચર્ચા કરી શકે છે અને અમુક ખર્ચાઓ માટે અગાઉથી ચૂકવણી કરી શકે છે, જેથી તમને ખિસ્સા બહારનો કોઈ ખર્ચ ન થાય. 

ટ્રેન

જ્યાં બેઠકો/પ્રસંગો વગેરે ખાતે હાજરી શક્ય બનાવવા માટે ટ્રેનોની જરૂર હોય ત્યાં તમને ખિસ્સા બહારનો ખર્ચ થતો અટકાવવા માટે EMNODN દ્વારા અગાઉથી આનું બૂકિંગ થઈ શકે છે. આ કેસમાં, બૂકિંગની વ્યવસ્થાઓ સારા એવા સમય પહેલાં કરવી જરૂરી બનશે, જેથી ખાતરી કરી શકાય કે પ્રવાસના કિફાયતી વિકલ્પોનો ઉપયોગ કરી શકાય અને કોઈ પણ ટિકિટો પ્રવાસીને પોસ્ટ કરી શકાય અથવા તેમના દ્વારા એકત્ર કરી શકાય.

બૂકિંગ અગાઉથી EMNODN દ્વારા કરવામાં આવ્યું હોય અથવા તમે પોતે કર્યું હોય (અને ખર્ચનું ફૉર્મ પૂરું કરીને વળતર આપવામાં આવી રહ્યું હોય) અને ત્યારબાદ ખર્ચમાં ઉધાર્યું હોય તો ઑફ-પીક તથા ઍડવાન્સ ફેર ડિસ્કાઉન્ટનો શ્રેષ્ઠ ઉપયોગ કરીને રેલ્વેના સફર માટે 'સૌથી ઓછા તાર્કિક ભાડા' માટે બૂકિંગ કરવું જોઈએ. EMNODN સ્ટાફ તમારા માટે સૌથી કિફાયતી અને સગવડદાયક માર્ગો વિશે તથા ખર્ચાઓ ઓછા કરવા જેનો ઉપયોગ કરી શકાય એવું રેલ કાર્ડ તમારી પાસે છે કે નહિ તે તમને પૂછી શકે છે.

રેલ પ્રવાસ સ્ટાન્ડર્ડ ક્લાસ દ્વારા હશે. વિકલાંગતા અથવા અન્ય તબીબી/સ્વાસ્થ્ય/ઍક્સેસની જરૂરિયાતોનાં કારણોથી ફર્સ્ટ ક્લાસના પ્રવાસની જરૂર ન હોય તે સિવાય તેના માટે મંજૂરી આપવામાં આવતી નથી, દાખલા તરીકે, જ્યાં તમને વ્હીલચેર અને/અથવા ટેબલ સર્વિસમાંથી ટ્રાન્સફર માટે વધુ મોટી/વધુ સહાયક સીટની જરૂર હોય (જ્યાં સ્ટાન્ડર્ડ ક્લાસમાં આ ઉપલબ્ધ ન હોય), કારણ કે તેઓ ટ્રેનમાં સુરક્ષિત રીતે હલનચલન કરી શકે તેમ ન હોય. તેમાં, દાખલા તરીકે, મોટર ન્યૂરોન ડિસીઝ, મલ્ટિપલ સ્ક્લૅરોસિસ ધરાવતા સહભાગીઓ અથવા જેઓનું એક કે વધુ અંગો કપાવ્યાં હોય એવા સહભાગીઓનો સમાવેશ થઈ શકે છે. તમારી અને તમારા EMNODN સંપર્કની વચ્ચે અગાઉથી આ આવશ્યકતાઓ અંગે ચર્ચા કરવાની રહેશે અને સંમતિ સાધવાની રહેશે. વિનંતીના સમર્થન માટે પુરાવાની (દાખલા તરીકે, એક તબીબી નોંધ) જરૂર પડી શકે છે. 

બસ 

જ્યારે પ્રવાસ માટે ચૂકવેલ કિંમત દર્શાવતી રસીદો અથવા ટિકિટો સાથે રાખી હોય ત્યારે બસ અથવા ટ્રામ દ્વારા પ્રવાસના ખર્ચ માટે વળતર આપવામાં આવશે.

ટૅક્સીઓ

જ્યારે નીચેનાં મુદ્દાઓ પર યોગ્ય કારણ હોય ત્યારે જ ટૅક્સીઓનો ઉપયોગ કરી શકાશે:

 • એકથી વધુ લોકો એક જ જગ્યાએ પ્રવાસ કરતા હોવાના કારણે ખર્ચમાં બચત

 • વ્યક્તિગત સુરક્ષા, દાખલા તરીકે, રાત્રે મોડો પ્રવાસ કરવો

 • વિકલાંગતા, નબળાઈ અથવા લાંબા ગાળાની સ્થિતિ (પુરાવો, જેમ કે એક તબીબી નોંધ વિનંતીના સમર્થન માટે જરૂરી બની શકે છે) 

 • કાર્યક્ષમતા, દાખલા તરીકે, દિવસ દરમિયાન શહેરના વિવિધ ભાગોમાં યોજાતી બેઠકો

 • ઉપકરણ અથવા સામાનની ભારે કે વજનદાર વસ્તુઓ સાથે પ્રવાસ કરવો

 • જ્યાં તે પરિવહનની એક માત્ર અનુકૂળ રીત હોય.

ટૅક્સીથી પ્રવાસ કરવા ઇચ્છતા સહભાગીઓએ આ અંગે પોતાના EMNODN સંપર્ક સાથે અગાઉથી ચર્ચા કરવી જોઈએ. ટૅક્સી દ્વારા પ્રવાસના ખર્ચ માટેના દાવાઓ અંગે રસીદો દ્વારા પુરાવા આપવા જોઈએ. જ્યાં સહભાગીઓને ટૅક્સીનો ખર્ચ સીધો ચૂકવવો મુશ્કેલ લાગે અથવા તેઓ તેમ કરવા અસમર્થ હોય ત્યાં અન્ય વિકલ્પો વિશે તેમના EMNODN સંપર્ક સાથે ચર્ચા કરવી જોઈએ.

 
સ્વતંત્ર પ્રવાસ 

પોતાના પરિવહનનો ઉપયોગ કરતાં માતાપિતાઓ અને સંભાળકર્તાઓ ખર્ચાના ફૉર્મનો ઉપયોગ કરીને માઇલેજ માટે દાવાઓ કરી શકે છે. હાલમાં રાષ્ટ્રીય સ્તરે નક્કી થયેલ સ્તરો પ્રમાણે માઇલેજનો દર ચૂકવવામાં આવશે.


હાલમાં, આ નીચેના દરે ચૂકવવામાં આવશે:

 • કાર- માઇલ દીઠ 56 પૅન્સ

 • મોટરસાઇકલ્સ- માઇલ દીઠ 28 પૅન્સ

 • પેડલ સાઇકલ્સ- માઇલ દીઠ 20 પૅન્સ

 • પૅસેન્જર્સ- માઇલ દીઠ 5 પૅન્સ

સહભાગી બેઠક અથવા પ્રસંગમાં હાજરી આપી શકે તે શક્ય બનાવવા માટે કાર પાર્કિંગના ખર્ચ માટે રસીદો બતાવવા પર વળતર આપવામાં આવશે. સહભાગીઓ પાર્કિંગ માટે ઉપલબ્ધ એવા સૌથી કિફાયતી વિકલ્પોનો ઉપયોગ કરે તે અપેક્ષિત છે, જેમાં ખાસ કરીને રાત્રે પ્રવાસ કરતી વખતે વ્યક્તિગત સુરક્ષા અને અન્ય વિચારણાઓનું પૂરતું ધ્યાન રાખવું જોઈએ.

 

પાર્કિંગ બાબતે કોઈ પણ વધારાની પૅનલ્ટી, ચાર્જ અથવા દંડ સહભાગીઓને કરવામાં આવે તો તેના માટે તેઓ વ્યક્તિગત રીતે જવાબદાર છે. EMNODN આ ચાર્જ પર કોઈ રિફંડ આપશે નહિ. આ જ રીતે, જાહેર પરિવહનના કોઈ પણ પ્રકારો પર વધારાના ભાડાના ચાર્જ એ સામાન્ય રીતે સહભાગીની જવાબદારી છે અને નહિ કે EMNODNની, સિવાય કે એવું દર્શાવી શકાય કે આ તેઓના કાબૂ બહારના અનિવાર્ય સંજોગને કારણે થયું હતું.

રહેઠાણ

રાત્રે રોકાણ કરવાની સામાન્ય રીતે જરૂર પડશે નહિ, પરંતુ કેટલાક સંજોગોમાં આ યોગ્ય હોઈ શકે છે. એવા સંજોગો, જેમાં EMNODN માટે રહેઠાણના ખર્ચાઓ આવરી લેવા યોગ્ય હોઈ શકે છે તેનાં ઉદાહરણોમાં નીચેનાનો સમાવેશ થાય છે:

• રાત્રે રોકાણ વિના સહભાગીએ પ્રસંગ ખાતે આવવા માટે સવારે 6 વાગ્યા પહેલાં ઘર છોડીને જવાની જરૂર પડશે. 

• સહભાગીને એવી સ્થિતિ અથવા વિકલાંગતા હોય જેને કારણે એક દિવસમાં બહુ લાંબા સમય માટે પ્રવાસ કરવો મુશ્કેલ બને (પુરાવો, જેમ કે તબીબી નોંધ, આ વિનંતીના સમર્થનમાં જરૂરી બની શકે છે). 

• પ્રવાસ, રાત્રિરોકાણ માટે રહેઠાણ અને ખોરાક/પીણાંનો ખર્ચ પ્રસંગના દિવસે રેલ્વે પ્રવાસ કરતાં સસ્તો પડે છે (અગાઉથી બૂકિંગના વિકલ્પોને ધ્યાનમાં લેતાં).

સહભાગી અને EMNODNની વચ્ચે અગાઉથી રહેઠાણની આવશ્યકતાઓ અંગે ચર્ચા કરવાની રહેશે અને તે અંગે સંમતિ સાધવાની રહેશે. જ્યાં રાત્રિરોકાણ જરૂરી હોય એવા અપવાદરૂપ સંજોગોમાં આ અંગે EMNODN દ્વારા ગોઠવણ કરવામાં આવશે અને ચૂકવણી કરવામાં આવશે (નેટવર્ક ડિરેક્ટર/લીડ નર્સ સાથે અગાઉથી થયેલી સમજૂતી બાદ).

ખોરાક અને પીણાં

જો સહભાગીઓ EMNODNની પ્રવૃત્તિમાં સહભાગી થયા હોય અને તે માટે તેમને સારા એવા સમય માટે ઘરથી દૂર રહેવાની જરૂર પડે તો ભોજન અને પીણાંના ખર્ચના વળતર માટે નીચે પ્રમાણે દાવો કરી શકાશે. રસીદો સાચવવાની રહેશે અને ખર્ચાના ફૉર્મ સાથે સુપરત કરવાની રહેશે.

 • સવારનો નાસ્તો (ઘરે સવારે 7 વાગ્યા પહેલાં નીકળતાં પહેલાં)- મહત્તમ £5

 • બપોરનું ભોજન (ચારથી વધુ કલાક માટે ઘરેથી દૂર હોવા દરમિયાન, જેમાં બપોરના 12 અને બપોરના 2 વાગ્યાની વચ્ચેના સમયનો પણ સમાવેશ થાય છે)-મહત્તમ £5

 • સાંજનું ભોજન (જ્યારે દસ કલાકથી વધુ સમય સુધી અને સાંજે 7 વાગ્યા પછી પણ ઘરથી બહાર હો ત્યારે)- મહત્તમ £15

24 કલાકના સમયગાળા દીઠ £25નો મહત્તમ કુલ દાવો

આ દરોમાં ખોરાક અને પીણાંના ખર્ચનો સમાવેશ થાય છે, પરંતુ NHSની નીતિ અનુસાર કોઈ પણ આલ્કોહૉલિક પીણાંની ખરીદી માટે વળતર આપવામાં આવશે નહિ. જ્યારે બેઠકો/NHSની પ્રવૃત્તિઓ ખાતે નાસ્તો-પાણી આપવામાં આવે ત્યારે અપવાદરૂપ સંજોગો સિવાય નિર્વાહ ભથ્થું ચૂકવવામાં આવશે નહિ, જેમ કે બેઠકના ભાગરૂપે પૂરી ન કરવામાં આવતી આહાર સંબંધિત આવશ્યકતાઓ પૂરી કરવા માટે – આ અંગે અગાઉથી EMNODN સંપર્ક સાથે સંમતિ સાધવાની રહેશે. કૃપા કરીને નોંધ લેશો કે ટિપ્સ અને વિવેકાધીન સેવા ચાર્જ, દાખલા તરીકે, રેસ્ટોરામાં, માટે ક્યારેય વળતર આપવામાં આવશે નહિ અને તે સંપૂર્ણપણે વ્યક્તિના વિવેક પર રહેશે.

બાળસંભાળ

બાળસંભાળના બધા પ્રદાતાઓ માન્ય સંગઠનો હોવા જોઈએ: દાખલા તરીકે: સ્થાનિક ટ્રસ્ટના બાળસંભાળ સંયોજકો તરફથી ભલામણો અનુસાર, જેઓ બધા પ્રદાતાઓની મંજૂર કરાયેલી યાદી પૂરી પાડી શકે છે.

 • બાળસંભાળના ખર્ચાઓ- કલાક દીઠ મહત્તમ £4.50 (રસીદો ખર્ચાના ફૉર્મ સાથે જોડવાની રહેશે).

અન્ય ખર્ચાઓ

માતાપિતાઓ અને સંભાળકર્તાઓ અન્ય ખર્ચાઓ માટે દાવો કરી શકે છે, જેમ કે ટેલિફોનનો ઉપયોગ અને સ્ટેશનરી જે નેટવર્ક ડિરેક્ટર/લીડ નર્સ સાથે આગોતરી સમજૂતી બાદ પ્રતિનિધિ તરીકે માતા કે પિતા તરીકે તેમની ફરજો બજાવવા માટે જરૂરી બની શકે છે. બધા દાવાઓ માટે ખરીદીના પુરાવા અથવા કોઈ સ્વરૂપે ખર્ચના પુરાવાની જરૂર પડશે.

bottom of page